Ramdev statement condemned
મિત્રો.
આટઆટલા બલિદાન અને આટલા બધા પેશન્ટને બચાવવા ની જહેમત અને પછી કોઈ બાબા આવી ને કહે કે એલોપથી દવાને કારણે કોરોના માં લોકોના મૃત્યુ થયા છે. તો શું દુનિયા આખીને પાગલ ગણવી, કે સમ્પૂણૅ માનવજાત આજે એલોપથી વિજ્ઞાન ની સહાય થઈ કોરોના સામે ઝઝૂમી રહી છે. વ્યથા અને આક્રોશ ની મિશ્ર લાગણી થી આ લખી રહ્યો છું, ત્યારે આક્રોશ એ વાતનો છે, કે વારે વારે દોડી દોડીને, પોતે કે પોતાના સાથી ઓ કે પોતાના સ્નેહીઓ માંદા પડે ત્યારે એલોપથી ની ઓથે જનારા આજે એજ વિજ્ઞાન ની સરેઆમ આલોચના થતી હોય ત્યારે શાહમૃગ નીતિ અપનાવી, વિરોધ કરવામાં પારોઠના પગલાં ભરી રહ્યા છે.
વાર તહેવારે ડોક્ટરો પર લાકડી ઉઠાવનારા અને કોર્ટમાં જનાર પ્રજા પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકો? સ્ટેથો ઉઠાવીને રાત મધરાત સેવા કરનારા માટે શું ખડગ ઉઠાવવાનો સમય આવી ગયો છે? ચાલો, આપણે આવા એલોપથીનો અ નહીં જાણનાર ને એની જ ભાષામાં સબક શીખવાડીએ.